Thursday, November 11, 2010

બોલિવૂડમાં પતિ કરતાં પત્ની આગળ છે...!


ભારત પુરૂષ પ્રધાન દેશ રહ્યો છે. તેમાં પણ બોલિવૂડમાં પુરૂષ પ્રધાન વાળી વાત બરાબર લાગુ પડે છે. બોલિવૂડમાં ઘણાં વર્ષો સુધી હિરોલોગનું સામ્રાજ્ય ચાલતું રહ્યું હતું. જો કે હવે સમય બદલાઈ ગયુ છે. હવે હિરોને બદલે હિરોઈનોનું રાજ પ્રવર્તુ હોય તેમ લાગે છે. બોલિવૂડમાં પતિ કરતાં પત્નીઓ આગળ ચાલી રહી છે. બોલિવૂડ પત્નીઓને એવોર્ડ્સથી લઈને પાવરફૂલ ભૂમિકા પણ સારી રીતે મળી રહી છે. તેઓ રાષ્ટ્રીય સ્તરે જ નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખાસ્સી એવી પ્રસિદ્ઘ થઈ છે.


સૌ પહેલા ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની વાત કરીએ તો એશ ભારતમાં જ નહિ દુનિયાભરમાં લોકપ્રિય છે. અભિષેક હજી પણ પોતાની આગાવી ઈમેજ ઉભી કરવામાં નિષ્ફળ રહ્યો છે. અભિ હજી પણ સંઘર્ષ કરી રહ્યો છે. જો કે એશ અભિ કરતાં ઘણી જ આગળ વધી ગઈ છે. અભિ એશના પતિ કે પછી અમિતાભના પુત્ર તરીકે ઓળખાય છે. અભિ-એશની ફિલ્મ રાવણ બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ ગઈ હતી. તેમ છતાં એશને ફિલ્મો મળતી રહી છે. એશની આગામી ફિલ્મ ગુઝારિશ રીલિઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં એશ ઘણી જ સુંદર લાગી રહી છે.
ફરાહ ખાન અને શીરીષ કુન્દ્રર વાત કરવામાં આવે તો દુનિયા માત્રને માત્ર ફરાહને જ ઓળખે છે. જો કે તેઓનું લગ્નજીવન સુખમય રીતે પસાર થઈ રહ્યું છે. તેઓની વચ્ચે ઘણી જ સમજણ છે.

મલાઈકા અરોરા અને અરબાઝ ખાન બંને અલગ અલગ વ્યક્તિત્વ ધરાવે છે. મલાઈકા સેક્સ સિમ્બોલની ઈમેજ ધરાવે છે. અરબાઝને ઘણાં જ ઓછા લોકો ઓળખે છે. અરબાઝ અભિનેતા તરીકે નિષ્ફળ નીવડ્યો છે. જ્યારે મલાઈકા આઈટમ સોન્ગ દ્વારા પોતાની અલગ ઓળખ બનાવી છે. મુન્ની બદનામ હુઈ ગીત દ્વારા મલાઈકા લોકપ્રિય થઈ છે. આ સિવાય છૈયા છૈયા ગીતથી પણ મલાઈકા ખાસ્સી પ્રસિદ્ધ થઈ હતી. તેમ છતાંય મલાઈકા અને અરબાઝના સંબંધોને કોઈ આંચ આવી નથી.


અર્ચના પુરણસિંહ અને પરમીત શેઠીએ પણ પોતાની કરિયર અને ઘરસંસારમાં યોગ્ય સમતુલન જાળવ્યું છે. અર્ચના ટીવી હોસ્ટ તરીકે ખાસ્સી લોકપ્રિય છે. તે હાલમાં કોમેડી સર્કસ તરીકે વધારે લોકપ્રિય છે. પરમીત શેઠીએ યશરાજ બેનર હેઠળ બદમાશ કંપનીનું દિગ્દર્શન કર્યુ હતું પરંતુ આ ફિલ્મ ફ્લોપ રહી છે. પરમીત આજે પણ અર્ચનાના પતિ તરીકે જ ઓળખાય છે.
બોલિવૂડમાં હાલમાં મહિલાઓનો દબગબો રહ્યો હોવા છતાંય તેમના લગ્નજીવનને કોઈ જ જાતની આંચ આવી નથી. જો કે આ મહિલાઓ તેમના પતિના સાથ વગર ક્યારેય આટલી આગળ આવી શકત નહિ. માટે આપણે કહેવું જોઈએ કે, દરેક સફળ સ્ત્રીની પાછળ એક પુરૂષનો હાથ છે.

2 comments:

  1. It is unfair to see or identify an artist as a man or woman. Why are we so obsessed with sex?

    ReplyDelete
  2. you r always great..dear.. because you found new new celebratity & new new topic .
    thanks..

    ReplyDelete