Saturday, April 23, 2011
હું મોદીની ફેન છુ.. - એકતા કપુર..
બોલીવુડની મોટાભાગની સેલિબ્રીટી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ફેન છે..ત્યારે ગઇ કાલે સુરતમાં શર્લિન ચોપરાએ નરેન્દ્ર મોદીનના ફેન હોવાનુ જણાવ્યા બાદ.. બોલીવુડમાં વધુએક સેલિબ્રીટીનો નરેન્દ્ર મોદીના ફેન લિસ્ટમાં ઉમેરો થયો છે.. જી હા.. ટેલિવીઝનની કવીન અને બોલીવુડમાં સેન્સેશનલ ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત એકતા કપુરે આજે કહયુ હતુ.. કે તે નરેન્દ્ર મોદીની ફેન છે.. અને તે ગુજરાત માટે કંઇ પણ કરવા તૈયાર છે.. અમદાવાદ આવેલી બોલીવુડની આ યંગ પ્રોડયુસર ઉપર પણ મોદીનો જાદુ છવાયેલો જોવા મળ્યો..
બોલીવુડ બ્યુટી અમદાવાદ આજે પોતાની આગામી ફિલ્મ રાગીની એમએમ એસના પ્રમોશન માટે આવી હતી.. ફિલ્મની વાત કરતા એકતાએ જણાવ્યુ કે રાગીની એમએમએસ એક હોરર થ્રીલર ફિલ્મ છે.. બોલીવુડમાં પ્રથમ વખત રીયલ એમએમએસની ઘટના ઉપર હોરર ફિલ્મ બનાવવામાંઆવી છે.. જેમાં ફિલ્મના શુટીંગની વાત કરીએ તો ફિલ્મમાં ૨૪ જેટલા કેમેરાથી શુટ કરવામાં આવી છે..જેમાં મોબાઇલ કેમેરા, સ્પાય કેમેરા તેમજ હીડન કેમેરાથી પણ ફીલ્મને શુટ કરવામાં આવી છે.. અમદાવાદ આવેલી એકતાએ પોતાની ફિલ્મની સાથે સાથે તેની લાઇફની અને કેરીયરની અંધશ્રધ્ધાની પણ કેટલીક વાતો કરી હતી..જેમાં એકતાએ જણાવ્યુ હતુ.. કે આજના સમયમાં આપણી આજુબાજુ એવી કોઇ દૈવી શકતિ છે..જે આપણને મદદ કરી રહી છે.. અને તેની સાથે જ ફિલ્મમાં બતાવવામાં આવેલી રીયલ ઘટનાઓનો પણ આપણી વાસ્તવીક ઘટનાઓ સાથે સંકળાયેલી છે.. તેની સાથે જ બોલીવુડમાં સૌથી વધારે અંધશ્રાધ્ધામાં વિશ્વાસ કરતી એકતા કપુર.. આજે પણ પોતાની ફિલ્મ કે સીરીયલને હીટ કરાવવા માટે અનેક વસ્તુઓમાં વિશ્વાસ કરે છે..
જે લોકો માટે અંધશ્રધ્ધા છે.. તે મારા માટે શ્રધ્ધા છે.. - એકતા કપુર
જેમાં અત્યાર સુધી કે શબ્દને પોતાની લકકી ચાર્મ માનતી એકતાએ હવે પોતાના બિઝનેસને હીટ કરાવવા માટે વધુ એક નવી ટ્રીક અપનાવી છે.. જેમાં હવે બોલીવુડમાં આગામી સમયમાં એકતાની ફિલ્મો શુક્રવારે નહી પરંતુ ગુરુવારે રીલીઝ થશે.. તે ઉપરાંત જો તમે એકતાને ધારીને જોશો તો..તેના હાથની આંગળીઓંમાં આઠથી પણ વધારે રીંગ અલગ અલગ ગ્રહોની પહેરવામાં આવી છે..તેની સાથે જ હાથમાં લગભગ દરેક ભગવાનની માનતા વાળા દોરાઘાગા પણ પહેરવામાં આવ્યા છે.. ત્યારે આ દરેક અંધશ્રધ્ધા એકતા માટે તો શ્રધ્ધા જ છે..
સેન્સરબોર્ડેના સર્ટીફીકેટથી ખુશ છે... એકતા..
આજકાલ એકતાની જેટલી પણ ફિલ્મો રીલીઝ થાય છે.. લગભગ દરેક ફિલ્મોને માંડમાંડ એ સર્ટીફીકેટ મળે છે.. ત્યારે યુએ સર્ટીફીકેટની રાહ જોતી એકતા પાસે આજે એ સર્ટીફીકેટ મેળવ્યા બાદ હાંશ અનુભવી રહી છે.. ત
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment