Tuesday, January 25, 2011

ગુજરાતના હોમી વ્યારાવાલાને પદ્મવિભૂષણ



કેન્દ્ર સરકાર દ્વારા દેશના સન્માનિત નાગરિક પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ક્રિકેટર વીવીએસ લક્ષ્મણને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. જ્યારે વહિદા રહેમાન અને સંગીતકાર ખૈય્યામને પદ્મભૂષણ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. બીજી તરફ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છેકે, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને 'ભારત રત્ન'થી નવાજવામાં આવશે. જેની ઔપચારિક ઘોષણા મંગળવારે સાંજ સુધીમાં જાહેર કરવામાં આવે તેવી વકી છે.

ક્રિકેટર વી. વી. એસ. લક્ષ્મણને પદ્મશ્રી
- સચિન તેંડુલકરને 'ભારત રત્ન' પર સસ્પેન્સ
- સંજય નિરૂપમે 'ભારત રત્ન' બનવા માટે તેંડુલકરને આગોતરા અભિનંદન પાઠવ્યા
- મોન્ટેક સિંઘ આહુવાલિયા, કપિલા વાત્સાયન, બ્રિજેશ મિશ્રા, અઝીમ પ્રેમજી, અને વિજય કેલકરને પદ્મવિભૂષણ
- શશિ કપૂર, વહિદા રહેમાન, શ્યામ સરણને પદ્મભૂષણ
- કાજોલ, ઈરફાન ખાન, ઉષા ઉત્થુપ, વી. વી. એસ. લક્ષ્મણ, ગગન નારંગ અને સુશિલ કુમારને પદ્મશ્રી

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આયોજન પંચના ઉપાધ્યક્ષ મોન્ટેક સિંઘ આહુવાલિયા, સાહિત્યકાર કપિલા વાત્સાયન, ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રિજેશ મિશ્રા, મુળ ગુજરાતના અને વિપ્રોના સર્વે-સર્વા અઝીમ પ્રેમજી, અને વિજય કેલકરને પદ્મવિભૂષણથી નવાજવામાં આવશે.

જ્યારે ફિલ્મ અભિનેતા શશિ કપૂર, ફિલ્મ અભિનેત્રી વહિદા રહેમાન, વિદેશ સેવાના ભૂતપૂર્વ અધિકારી શ્યામ સરણને પદ્મભૂષણ એવોર્ડથી નવાજવામાં આવશે. જ્યારે ફિલ્મ અભિનેત્રી કાજોલ, અભિનેતા ઈરફાન ખાન, ગાયિકા ઉષા ઉત્થુપ, ક્રિકેટર વી. વી. એસ. લક્ષ્મણ, નિશાનેબાજ ગગન નારંગ અને કુશ્તિબાજ સુશિલ કુમારને પદ્મશ્રીથી નવાજવામાં આવશે.

આ પહેલા સોમવારે બાંદ્રામાં આયોજીત એક કાર્યક્રમમાં કોંગ્રેસના સાંસદ સંજય નિરૂપમે સાર્વજનિક રીતે સચિન તેંડુલકરને 'ભારત રત્ન' બનવા માટે એડવાન્સમાં જ અભિનંદન પાઠવી દીધા હતા. એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં સચિન તેંડુલકર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હાજર રહ્યાં હતા. નિરૂપમના નિવેદન પર સચિને સ્મિત આપ્યું હતું. સચિન તેંડુલકરને 'ભારત રત્ન' આપવામાં આવે તેવી માંગ અગાઉ પણ થતી રહી છે. જ્યારે સચિન તેંડુલકર પણ કહી ચૂક્યાં છેકે, જો તેમને 'ભારત રત્ન'નો પુરસ્કાર મળશે તો તે ખુદના માટે ખુશીની બાબત હશે, કારણકે, દરેક ભારતીયનું તે સ્વપન હોય છે.

Monday, January 17, 2011

રાજ્યમાં ઠંડીનો કેર યથાવત, જનજીવનને ભારે અસર

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી સક્રિય બનતા રાજ્યમાં કાતિલ શિત લહેર
- અમદાવાદમાં એક દિવસમાં ત્રણ ડીગ્રી તાપમાન ઘટીને ૭ ડીગ્રી

રાજ્યભરમાં વ્યાપેલી કાતિલ ઠંડી સોમવારે પણ ચાલું રહી હતી. ઉત્તર ભારતમાં થયેલી હિમ વષૉ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી સક્રિય બનતા આજે પણ સમગ્ર રાજ્યમાં ભારે ઠંડીનો અનુભવ થયો હતો. ભારે ઠંડીથી રાજ્યના જનજીવનને ભારે અસર પડી હતી.

સૌરાષ્ટ અને કચ્છમાં સુસવાટા મારતા ઠંડા પવન સાથે ઠંડીનો કેર યથાવત રહ્યો હતો. નલિયામાં ત્રણ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં એક જ દિવસમાં ત્રણ ડીગ્રી તાપમાન ઘટતા શહેરીજનોને હાડથિજાવતી ઠંડીનો અનુભવ થયો હતો. ઉત્તર ગુજરાત સહિત રાજ્યનાં બીજા ભાગમાં પણ ઠંડીની માત્રામાં ખાસ ઘટાડો થયો ન હતો. દરમિયાન હવામાન ખાતાએ આગાહી કરી હતી કે બે દિવસ બાદ ઠંડીની માત્રામાં ઘટાડો થવાની શક્યતા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી સક્રિય થતા બે-ત્રણ દિવસનાં વિરામ બાદ રાજ્ય ફરીવાર ઠંડીમાં સપડાયું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની નવી સિસ્ટમ સર્જાતા હિમાલય તરફની ઠંડી પવનોએ પંજાબ, રાજસ્થાન સહિત ગુજરાતને પણ થીજવી દીધું હતું. આ ઠંડા પવનની સૌથી મોડી અસર કચ્છ, ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિત મધ્ય ગુજરાત ઉપર ભારે પડી હતી.

હિમ પવને કારણે છેલ્લા બે દિવસમાં મોટાભાગના શહેરના સરેરાશ તાપમાનમાં ચારથી પાંચ ડીગ્રીનો ઘટાડો નોંધાયો હતો. ભારે ઠંડી અંગે હવામાન ખાતાના ડાયરેકટર કમલજીત રેએ જણાવ્યું હતું કે, ‘ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની નવી સિસ્ટમ ઉદભવી હોય રાજ્ય ઠંડીમાં સપડાયું રહ્યું છે. આવતા બે દિવસમાં ઠંડીમા ઘટાડો થશે.’

दिल टूट गया है श्रीसंत का



श्रीसंत को टीम में नहीं मिली जगह


विश्व कप के लिए 15 सदस्यों वाली भारतीय क्रिकेट टीम में न चुने जाने के कारण एस श्रीसंत ने निराशा जताई है.

इस समय श्रीसंत भारतीय क्रिकेट टीम के साथ दक्षिण अफ़्रीका के दौरे पर हैं. केपटाउन से उन्होंने ट्विटर पर अपनी निराशा व्यक्त की है.

श्रीसंत ने ट्विटर पर लिखा है, "मेरा दिल टूट गया है. भरोसे की कमी के कारण लोग चुनौती पूरा करने में डरते हैं. लेकिन मुझे अपने आप पर भरोसा है. जय माता दी."

सोमवार को विश्व कप के लिए 15 सदस्यीय भारतीय क्रिकेट टीम की घोषणा हुई है, जिसमें तीन स्पिनर और चार तेज़ गेंदबाज़ हैं. इन तेज़ गेंदबाज़ों में श्रीसंत का नाम नहीं है.
आभार

जिन तेज़ गेंदबाज़ों को टीम में जगह मिली है, वे हैं- ज़हीर ख़ान, आशीष नेहरा, मुनाफ़ पटेल और प्रवीण कुमार.

मेरा दिल टूट गया है. भरोसे की कमी के कारण लोग चुनौती पूरा करने में डरते हैं. लेकिन मुझे अपने आप पर भरोसा है. जय माता दी

ट्विटर पर एस श्रीसंत


ट्विटर पर अपने संदेश में श्रीसंत ने अपने समर्थकों का आभार भी व्यक्त किया है.

अपने संदेश में श्रीसंता ने लिखा है, "समर्थन के लिए आप सभी का शुक्रिया. मैं खेल में अपना सर्वश्रेष्ठ प्रदर्शन करने की कोशिश करता रहूँगा. चाहे मेरे लिए कितने भी कम मौक़े आए. मैं भगवान में भरोसा रखता हूँ."

उन्होंने विश्व कप के लिए चुनी गई टीम को बधाई भी दी है और उम्मीद जताई है कि टीम विश्व कप जीतेगी.

Sunday, January 2, 2011

Tv9 Gujarat - Spider Man's live stunt show : Ahmedabad

લતાનું સંગીતપ્રેમીઓ માટે ખાસ કેલેન્ડર


નવા વર્ષના અવસર પર સુરોની સામ્રજ્ઞી લતા મંગેશકરે એક ખાસ કેલેન્ડર રજૂ કર્યુ છે. આમાં લતા મંગેશકરે પોતાની સંગીતની સફરના ખાસ ક્ષણોને રજૂ કરી છે.
આ ખાસ કેલેન્ડરમાં લતા દીદીએ બોલિવૂડના જાણીતા સંગીતકારોની સાથે વર્ષો જૂની તસવીરો છે. આ તસવીરો લતાએ પોતાની અંગત લાઈબ્રેરીમાંથી લીધી છે.
લતા દીદીએ આ કેલેન્ડર પોતાના સંગીત પ્રેમીઓ માટે નીકાળ્યું છે, જે તેમની સંગીત યાત્રાને પોતાની પાસે સાચવીને રાખવા માંગે છે. આ પ્રસંગે લતાએ પોતાના જીવનના ઘણાં જ રહસ્યોની વાત કરી હતી.

Tv9 Gujarat Old home can made up, Ahmedabad

Tv9 Gujarat Old home can made up, Ahmedabad 1