Tuesday, January 25, 2011

ગુજરાતના હોમી વ્યારાવાલાને પદ્મવિભૂષણ



કેન્દ્ર સરકાર દ્વારા દેશના સન્માનિત નાગરિક પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ક્રિકેટર વીવીએસ લક્ષ્મણને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. જ્યારે વહિદા રહેમાન અને સંગીતકાર ખૈય્યામને પદ્મભૂષણ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. બીજી તરફ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છેકે, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને 'ભારત રત્ન'થી નવાજવામાં આવશે. જેની ઔપચારિક ઘોષણા મંગળવારે સાંજ સુધીમાં જાહેર કરવામાં આવે તેવી વકી છે.

ક્રિકેટર વી. વી. એસ. લક્ષ્મણને પદ્મશ્રી
- સચિન તેંડુલકરને 'ભારત રત્ન' પર સસ્પેન્સ
- સંજય નિરૂપમે 'ભારત રત્ન' બનવા માટે તેંડુલકરને આગોતરા અભિનંદન પાઠવ્યા
- મોન્ટેક સિંઘ આહુવાલિયા, કપિલા વાત્સાયન, બ્રિજેશ મિશ્રા, અઝીમ પ્રેમજી, અને વિજય કેલકરને પદ્મવિભૂષણ
- શશિ કપૂર, વહિદા રહેમાન, શ્યામ સરણને પદ્મભૂષણ
- કાજોલ, ઈરફાન ખાન, ઉષા ઉત્થુપ, વી. વી. એસ. લક્ષ્મણ, ગગન નારંગ અને સુશિલ કુમારને પદ્મશ્રી

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આયોજન પંચના ઉપાધ્યક્ષ મોન્ટેક સિંઘ આહુવાલિયા, સાહિત્યકાર કપિલા વાત્સાયન, ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રિજેશ મિશ્રા, મુળ ગુજરાતના અને વિપ્રોના સર્વે-સર્વા અઝીમ પ્રેમજી, અને વિજય કેલકરને પદ્મવિભૂષણથી નવાજવામાં આવશે.

જ્યારે ફિલ્મ અભિનેતા શશિ કપૂર, ફિલ્મ અભિનેત્રી વહિદા રહેમાન, વિદેશ સેવાના ભૂતપૂર્વ અધિકારી શ્યામ સરણને પદ્મભૂષણ એવોર્ડથી નવાજવામાં આવશે. જ્યારે ફિલ્મ અભિનેત્રી કાજોલ, અભિનેતા ઈરફાન ખાન, ગાયિકા ઉષા ઉત્થુપ, ક્રિકેટર વી. વી. એસ. લક્ષ્મણ, નિશાનેબાજ ગગન નારંગ અને કુશ્તિબાજ સુશિલ કુમારને પદ્મશ્રીથી નવાજવામાં આવશે.

આ પહેલા સોમવારે બાંદ્રામાં આયોજીત એક કાર્યક્રમમાં કોંગ્રેસના સાંસદ સંજય નિરૂપમે સાર્વજનિક રીતે સચિન તેંડુલકરને 'ભારત રત્ન' બનવા માટે એડવાન્સમાં જ અભિનંદન પાઠવી દીધા હતા. એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં સચિન તેંડુલકર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હાજર રહ્યાં હતા. નિરૂપમના નિવેદન પર સચિને સ્મિત આપ્યું હતું. સચિન તેંડુલકરને 'ભારત રત્ન' આપવામાં આવે તેવી માંગ અગાઉ પણ થતી રહી છે. જ્યારે સચિન તેંડુલકર પણ કહી ચૂક્યાં છેકે, જો તેમને 'ભારત રત્ન'નો પુરસ્કાર મળશે તો તે ખુદના માટે ખુશીની બાબત હશે, કારણકે, દરેક ભારતીયનું તે સ્વપન હોય છે.

No comments:

Post a Comment