Friday, October 14, 2011

બ્લેકબેરીના ઈમેલ અટવાતા દોષારોપણ ચાલુ


દુનિયાભરમાં પોતાના બ્લેકબેરી યુઝર્સની મોબાઈલ ઈમેલ સેવા યોગ્ય રીતે ચાલુ રહે તે માટે ઉત્પાદક કંપની રિસર્ચ ઈન મોશન (આરઆઈએમ) ગુરુવારે ચોથા દિવસે પણ ઝઝૂમી રહી છે ત્યારે નેટવર્ક પ્રોવાઈડર્સ તરફથી વળતર માટેના બિલ ફટકારવામાં આવે એવો ખતરો પણ આરઆઈએમને માથે ઝળૂંબી રહ્યો છે.

આરઆઈએમનું કહેવું છે કે તમામ અસરગ્રસ્ત દેશોમાં તેની સેવાઓ સુધરવાનું ચાલુ થઈ ગયું છે અને આ અઠવાડિયે તેના કરોડો યુઝર્સને ઈમેલ અટકવા કે મોડા મળવાથી થયેલી પરેશાનીમાં ઘટાડો થયો છે.

તેમ છતાં આરઆઈએમના બિઝનેસને ખાસ્સો એવો ફટકો પડી ગયો છે. તેમાંય ગ્રાહકો તરફથી વળતરના બિલ ફટકારવામાં આવે એવું જોખમ પણ પ્રવર્તે છે.

સ્પેનિશ ગ્રુપ ટેલિફોનિકાનું કહેવું છે કે તે સ્પેનના કાયદા અંતર્ગત ગ્રાહકોને વળતર ચૂકવશે. બ્રિટનની વોડાફોન પણ પોતાનું બિલ ફટકારવા વિચારી રહી છે.

No comments:

Post a Comment