Wednesday, October 27, 2010

દિવાળી પર કરો ધૂળને બાય બાય!


દિવાળી એ એક જ એવો તહેવાર છે જે ઘરને સાફ કરવામાં મદદરૂપ થાય છે. આ દિવલે કોઈ પણ વ્યકિત પોતાનું ઘર સારું દેખાય તેવું ઈરછતી હોય છે. કારણ કે તમે એવું સાંભળ્યું હશે કે ધન લક્ષ્મીનું આગમન હંમેશાં સાફ અને સ્વચ્છ ઘરોમાં જ થાય છે.

દિવાળી સમયે દરેક માણસ લક્ષ્મીજીનું સ્વાગત કરવાનું ઈચ્છતો હોય છે. જોકે ઘણા લોકો મૂંઝવણમાં હોય છે કે ઘરને કેવી રીતે સાફ કરવું તો આ રહ્યાં ઘર સાફ કરવાની કેટલીક ટિપ્સ.

શું તમે જાણો છો

ઘરને સાફ કરવામાં લીમડાનાં પાન ઘણા ઉપયોગી સાબિત થાય છે. શોકેસ સાફ કરવું હોય તો લીમડાનાં પાંદડાને એક કપડાંમાં વીંટાળીને ગરમ પાણીમાં ડૂબાડી દો. એવી જ રીતે કારપેટ પાથરતા પહેલાં તેની નીચે લીંબડાના પાંદડાને તેની નીચે મૂકી દો. તેનાથી અંદર જીવડા ભરાવવાની શકયતા ઓછી છે.

હળીમળીને કામ કરો

‘સાથી હાથ બટાના અકેલા થક જાયેલા મિલકર બોજ ઉઠાના’ આ ગીત તમે જરૂર સાંભળ્યું હશે. સાચી વાત તો એ છે કે કોઈ પણ કામ સાથે મળીને કરશો તો તમને થાક ઓછો લાગશે. ઓફિસની ભાષામાં તેને ટીમ વર્ક કહેવામાં આવે છે. દિવાળી સમયે કોઈ પણ પ્રકારની સાફ સફાઈ સાથે મળીને જ કરવું જોઈએ. ઘરના તમામ સભ્યો સાથે કામને વહેંચી નાખવું જોઈએ. જેનાથી કામ જલદી અને સારી રીતે થઈ જશે.

રૂમની સાફસફાઈ
સૌપ્રથમ કોઈ એક રૂમની પસંદગી કરો. તે રૂમના દરેક સામાનને બીજા રૂમમાં શિફટ કરી દો. ત્યાર બાદ રૂમને સાફ કરવાનું શરૂ કરી દો.

જો દીવાલમાં કલર કામ કરાવવાનું હોય તો સૌપ્રથમ કલર પસંદ કરી દો. તેના માટે કોઈ એકસપર્ટ સલાહ પણ લઈ લેવી જોઈએ.

જયારે પણ કલર કામ પૂરવું થાય ત્યારે બ્લિચિંગ પાઉડર ભેળવીને આખા રૂમને ધોઈ નાખો.

ત્યાર બાદ તેને સુકાવા દો. જયારે રૂમ સુકાઈ જાય ત્યારે તેમાં સામાનને પણ સારી રીતે સાફ કરીને મૂકવો. હા, તેમાં થોડો ફેરફાર ચોક્કસ કરવો જોઈએ. જે રીતે પહેલાં સામાન મૂકયો હતો તેમાં થોડો ફેરફાર કરવો જોઈએ. જેનાથી રૂમને નવો લુક મળશે.

હવે રસોડાનો વારો

સાફ સફાઈ દરમિયાન રસોડા પર પણ વિશેષ ઘ્યાન આપવું જોઈએ. ગેસ સિલિન્ડર, ચૂલો, વાસણો, વોટર પ્યુરીફાયર, સામાન રાખવાનો ડબ્બો વગેરેને સારી રીતે સાફ કરી લેવા. તે જ રીતે કાચની બરણીઓને પણ ચકચકાટ કરી નાખવી.

સ્ટડી રૂમને સાફ કરવાનું ન ભૂલતા

સ્ટડી રૂમને સાફ કરવાનું તો દરેક માબાપ ઘ્યાન રાખે છે, કારણ કે પોતાનાં બાળકો જો સારો રૂમ હશે તો ભણવામાં સારું ઘ્યાન આપી શકશે.

એ પણ હકીકત છે કે આ રૂમની રોજે રોજ સફાઈ નથી થતી. એવામાં દિવાળીના બહાને પુસ્તકો અને ટેબલ તેમન જ પુસ્તકો રાખવાના કબાટમાં રહેલી ધૂળને કાઢી નાખવી જોઈએ.

બાથરૂમ પર ખાસ ઘ્યાન આપવું

આમ જોવા જઈએ તો ઘરમાં જો સ્ત્રીઓ હશે તો તે રોજે રોજ બાથરૂમ ધોતી હશે.

કહેવાય છે કે જો કોઈ પણ વ્યકિતને સારી રીતે જાણવી હોય તો તેના પગને જોઈ લો. આ જ વાત બાથરૂમ માટે પણ લાગુ પડે છે. વોશ બેઝિન સાફ કરવા માટે સારા કિલનરનો ઉપયોગ કરો. દુર્ગંધ દૂર કરવા માટે ફિનાઇલ અને એર ફ્રેશનરનો પણ સંપૂર્ણ રીતે ઉપયોગ કરવો જોઈએ.

સ્લીમ એન્ડ ટ્રીમ દિવાળી


દીપાવલી એટલે આનંદ ઉત્સાહનો પર્વ. મિત્રો અને સગાંસંબંધીનો સહવાસ અને મીઠાઇનો સ્વાદ. દીપાવલીમાં વધુ પડતી મીઠાઇ અને ફરસાણને કારણે ઘણી વખત રૂટિન કરતાં વધી પડતી કેલરી લેવાઇ જાય છે. દિવાળી નિમિત્તે -ડ્રાયફ્રૂટ્સ, મોહનથાળ, કાજુકતરી દરેક જાતની મીઠાઇઓ ઘી-ખાંડ અને માવા તથા ડ્રાયફ્રૂટ્સને કારણે કેલરીનું પ્રમાણ વધી જાય છે.


ફરસાણમાં મઠિયા, ચોળાફળી, ચેવડો, સેવ તળેલા ફરસાણમાં પણ કેલરીનું પ્રમાણ વધુ હોય છે. ડાયેટને અનુસરતા અને હેલ્થ કોન્સિયસ લોકો માટે લો કેલરી મીઠાઇ બજારમાં ઉપલબ્ધ હોય છે. ડાયાબિટીસના પેશન્ટ માટે પણ સુગર ફ્રી મીઠાઇ મળતી હોવાથી હેલ્થ પણ સચવાય છે અને તહેવારનો આનંદ પણ માણી શકાય છે. દિવાળીમાં બહાર જાવ કે મહેમાન આવે ત્યારે નાસ્તામાં કચોરી, સમોસા, ભેળપૂરી, ચાટ, દહીંવડા વગેરે લેવાય છે. જે સવાર-સાંજના જમવાના ઉપરાંત લેવાય છે.


તેનાથી વજન વધી જાય છે બહાર જાવ ત્યારે નાસ્તા કરો તો સવાર-સાંજનું જમવાનું છોડી દેવું જોઇએ. દિવાળીમાં મોસમ બદલવાને કારણે શરદી -તાવ કે નાની બીમારી હોય અને ભારે ખોરાક ખાવ તો પેટની તકલીફ પણ વધે છે.


દિવાળીના દિવસોમાં રજા માણવાને લીધે નિયમિતતા વધે છે અને એ ઉપરાંત વધારે પડતો ખોરાક લેવાતો હોવાથી સામાન્ય રીતે દરેક વ્યકિતનું વજન ૨થી ૩ કિલો વધી જવાની શકયતા રહે છે. બને ત્યાં સુધી તળેલા નાસ્તાને બદલે શેકેલા નાસ્તા, સુગર ફ્રી મીઠાઇ, સુગર ફ્રી ચોકલેટ્સ, તળ્યાં વગરના ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરીને હેલ્થ સાચવવી જોઇએ.

Monday, October 25, 2010

બોલિવૂડ એટલે નવી બોટલમાં જૂનો દારૂ....

બોલિવૂડ માટે ઓલ્ડ ઈઝ ગોલ્ડ એટલે કે જૂનું એટલું સારૂં કહેવત બરાબર લાગુ પડે છે. બોલિવૂડમાં હાલમાં રિમેકનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હાલમાં તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ જૂના ગીતોનુ રિમિક્સ કરીને નાણાં કેમ બનાવવા તેની વેતરણમાં પડ્યુ છે. જૂની ફિલ્મોના પ્લોટ અને ગીતોનું રિમિક્સ કરવામાં આવે છે અને એડવાન્સ ટેકનિકનો ઉપયોગ કરીને ફિલ્મને હિટ બનાવવા માટે પૂરતો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

બોલિવૂડ નવી બોટમાં જૂનો દારૂ જ પીરસી રહ્યું છે. ફિલ્મ વિવેચકો માની રહ્યા છે કે, હાલમાં રિમેકનો તબક્કો ચાલી રહ્યો છે. ફિલ્મ મેકર જૂના પ્લોટમાં લાગણીઓની અપીલ ઉમેરી રહ્યા છે. ઓલ્ડ સિનેમા સમકાલીન હતું, જ્યારે ન્યૂ સિનેમામાં ગ્લેમરનો વધારે ઉપયોગ થાય છે. નવા હિરો-હિરોઈન પાત્રને પૂરતો ન્યાય આપી શકે તેમ નથી.
આ જ કારણોસર દિગ્દર્શક અભિનેતા-અભિનેત્રીઓ પાછળ ઘણી જ મહેનત કરે છે. જો કે ફિલ્મ વિવેચકો નવા અભિનેતા-અભિનેત્રીઓની ટિકા કરે છે. જે પી દત્તાએ મુઝફ્ફર અલીની ફિલ્મ ઉમરાવ જાન બનાવી હતી. ઓરિજનલ ઉમરાવ જાનમાં રેખા હતી, જ્યારે જે પીની ફિલ્મમાં ઐશ્વર્યા રાય હતી. રેખાએ ફિલ્મ ઉમરાવ જાનમાં ઉત્તમ અભિનય આપ્યો હતો. ઈન આંખો કી મસ્તીમાં રેખાએ જે રીતે નૃત્યુ કર્યુ છે તે કમાલનું હતું. આજે પણ આ ગીતમાં રેખાનો ડાન્સ જોઈને લોકો તેના દિવાના થાય છે.
જો નવા ઉમરાવ જાનની વાત કરવામાં આવે તો આ ફિલ્મમાં રોમાન્સને વધારે મહત્વ આપવામાં આવ્યું હતું. એશે પોતાની રીતે ઘણી જ મહેનત કરી પરંતુ તે સફળ થઈ શકી નહિ. ઉમરાવ જાનમાં ઐશ્વર્યા ઘણી જ સુંદર લાગતી હતી પરંતુ અભિનયની બાબતમાં તે રેખાને ટક્કર આપી શકી નહિ.
સંજય લીલા ભણશાલીની ફિલ્મ દેવદાસની વાત કરવામાં આવે તો આ ફિલ્મમાં ઓરિજનલ ફિલ્મનો મુખ્ય હાર્દ જ નહોતો. આ ફિલ્મ કંઈક અલગ જ હતી. માધુરી અને એશે અભિનય કરતાં ગ્લેમરને વધારે મહત્વ આપ્યું હતું. જેને કારણે ફિલ્મમાં કંઈક ખુટતું હોય તેવો અહેસાસ સતત થયા કરતો હતો.
અમિતાભ બચ્ચનની બહુચર્ચિત ફિલ્મ ડોનની રિમેક બની છે. આ રિમેકમાં શાહરૂખ ખાને કામ કર્યુ છે. અમિતાભ બચ્ચને જે રીતે ડોનની ભૂમિકા ભજવી હતી તેનો અભાવ નવા ડોનમાં જોઈ શકાય તેમ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રિયંકા ચોપરા મીના કુમારીએ ફિલ્મ સાહેબ, બીવી ઔર ગુલામમાં જે રીતનું પાત્ર ભજવ્યું હતું, તેવું પાત્ર ભજવવાની છે. કેટરિના કૈફે પણ ફિલ્મ તીસ માર ખાનમાં એક કવ્વાલી કરી છે. આ કવ્વાલીમાં કેટરિનાએ મીના કુમારીની નકલ કરી છે. હવે, જોવાનું એ છે કે, પ્રિયંકા અને કેટરિના પોતાના પાત્રને કેટલો ન્યાય આપી શકે છે.
આપણે આશા રાખીએ કે, બોલિવૂડ રિમેક બનાવતી વખતે ગ્લેમરને બદલે અભિનય પર વધારે ધ્યાન આપે.

Saturday, October 23, 2010

Diwali Special Story : કેન્ડલ્સ છે દિવાળીનું ઘરેણું














દરેકના ઘરે દિવાળીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હશે. રોશની વિના આ તહેવાર અધૂરો લાગે છે. છેલ્લા કેટલા વર્ષોથી આપણે ઘરને પારંપારિક કેન્ડલ્સથી ઘરોને સજાવતા આવ્યા છીએ. પંરતુ બજારમાં થઈ રહેલા એકસપેરિમેન્ટ્સે આજે કેટલાય ઓપ્શન્સ ઉપલબ્ધ કરાવી દીધો છે. હવે સાધારણ દેખાતી રેગ્યુલર કલરવાળી કેન્ડલ્સની જગ્યાએ હવે ખૂશ્બૂ સાથે નવી રંગત પણ પ્રસરાવશે.

ફ્રેગરેન્સ કેન્ડલ્સ

એમ તો બે ત્રણ વર્ષથી ફ્રેગરેન્સ કેન્ડલ્સ ચલણમાં છે. પરંતુ દર વર્ષે તેમાં એડઓન ફિચર્સ જોવા મળી રહ્યાં છે. કેન્ડલ મેન્યુફેકચરર્સ પોતાની પ્રોડકચની બ્રાન્ડીંગ માટે તેમાં કોઈને કોઈ નવીનતા લાવતા જઈ રહ્યાં છે.

એજ સેગમેન્ટમાં આ વખતે તમને કલર અને ફ્રેગરેન્સની સાથે એકટ્રેકિટવ ડીઝાઈન્સ પણ પેશ કરવામાં આવી છે. ફ્રેગરેન્સમાં તમે આઈસ્ક્રીમ ફલેવર પણ લઈ શકો છો. વેનિલા, સ્ટ્રોબેરી, મેંગો અને ચોકલેટ ફલેવરવાળી કેન્ડલ્સ બજારમાં ઉપલબ્ધ છે.

ઓઈલ કેન્ડલ્સ

આ વખતે ઓઈલ કેન્ડલ્સ પણ ખાસ અંદાજમાં બજારમાં મૂકવામાં આવી છે, જે સુગંધની સાથે તેમને રોગમુકત પણ રાખશે. માર્કેટમાં ઓઈલ કેન્ડલ્સની સાથે સિલ્વર ફીલિંગ કેન્ડલ્સ પણ મૂકવામાં આવી છે.

નેચરલ કેન્ડલ્સ

કેટલાક ડીઝાઈનર્સોએ કેન્ડલ્સમાં નેચર બેઈઝ ડિઝાઈનને ખાસ મહત્ત્વ આપ્યું છે. તેમને આવી કેન્ડલ્સને નેચરલ જડી-બૂ્ટ્ટીઓ સાથે બનાવી છે. લવિંગ, લીમડો, કપૂર, ચંદનના પ્રયોગ થકી બનાવેલી કેન્ડલ્સ બજારમાં ઉપલબ્ધ છે.

નેચરલ કેન્ડલ્સની મેન્યુફેકચરીંગ સાથે જોડાયેલા લોકોનું કેહવું છે કે ‘માર્કેટમાં દર વર્ષે કંઈક ને કંઈક અલગ રજુ કરવામાં આવે છે. નેચર સાથે જોડાયેલી કેન્ડલ્સમાં એક તો જુદી-જુદી ડીઝાઈન્સ મળે છે, સાથે લોકો પણ નેચરલ વસ્તૂઓને વધુ પસંદ કરે છે. જે માર્કેટ ટ્રેન્ડની સાથે સ્વાસ્થની રીતે પણ વધુ સારી હોય છે.

વધુમાં તેઓ કહે છે કે ‘આજકાલ દિવાળી દરમિયાન કેન્ડલ્સની ડીમાન્ડ માત્ર પ્રજવલીત કરવા માટે નહીં પણ સજાવટ માટે પણ વધુ થાય છે.

જેને પગલે આ વખતે કેટલાક આટિર્ફેકટ્સના ડીઝાઈન્સ પર આધારિત કેન્ડલ્સ બનાવવામાં આવી છે. બજારમાં લક્ષ્મી-ગણેશના આકારવાળી ફ્રેગરેન્સ યુકત ડીઝાઈનર કેન્ડલ્સ પમ બજારમાં ઉપલબ્ધ છે.

ફલોટિંગ કેન્ડલ્સ

ફલોટિંગ કેન્ડલ્સથી તેમે ઘરના મુખ્ય પ્રવેશદ્વારને, બાલ્કનીને સજાવી શકો છો. પાણીમાં તરવાવાળી ફલોટિંગ કેન્ડલ્સને તમે ડ્રોઈગરૂમમાં પણ સજાવી શકો છો.

આ વખતે ફલોટિંગ કેન્ડલ્સમાં પણ ઘણી બધી ડીઝાઈન્સ રજુ કરવામાં આવી છે. તમે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર કોઈ પાત્રમાં પાણી ભરીને તેમા ગુલાની પાકડીઓ અને થોડાક ફલોટિંગ કેન્ડલ્સ પ્રજવલિત કરીને ઘરને એકટ્રેકટીવ લુક આપી શકે છે.

DIWALI SPECIAL STORY : ફૂલદાનીથી શોભે ઘર











ઘરના ડ્રોઇંગરૂમમાં ટીપોઇ ઉપર ફૂલદાની રાખી હોય તો ઘરમાં ફૂલોની સુગંધ પ્રસરે છે. આ રીતે સજાવેલી ફૂલદાની તરત આકર્ષણનું કેન્દ્ર બને છે. તેમાં થયેલી ફૂલોની સજાવટ અને ફૂલો કેવા હોવા જોઇએ અને કેવી રીતે સજાવવ એ પણ એક કલા છે.

- ઘરમાં કયા રૂમમાં કેવા પ્રકારની ફૂલદાની હોવી જોઇએ, તે સાથે ફૂલદાની ક્યા ખૂણામાં અને કેવી રીતે ગોઠવવી જોઇએ તે પણ ખ્યાલ હોવો જોઇએ.

- ફૂલદાની ડ્રોઇંગરૂમમાં ગોઠવો તો રૂમની સેન્ટર ટિપોઇના બદલે કોર્નર ટિપોઇ પર ગોઠવવી. મોટી ફૂલદાની હોય તો કોઇ ખૂણામાં પણ ગોઠવી શકો છો.

- ફૂલદાનીને સજાવતી વખતે વચ્ચેના ભાગમાં લાંબી ડાંડીવાળા ફૂલ અને પછી નાના ફૂલ અને પાંદડા ભેગા કરીને ગોઠવવા.

- તમે પારદર્શક નાની ફૂલદાની લીધી હોય તો તેમાં રંગીન પાણી, રંગીન પથ્થર કે પછી પાણીમાં લાંબો સમય રહી શકે તેવી સુશોભનની કોઇ પણ વસ્તુ તેમાં મૂકી શકો છો.

- હવે તો ફૂલદાની પણ અનેક પ્રકારની અને નિતનવી ડિઝાઈનમાં ઉપલબ્ધ છે તેથી તમારા ઘરના ફર્નિચરના રંગ સાથે મેચ થાય એવા રંગ અને ડિઝાઈનની ફૂલદાની પણ લાવી શકો છો.

- મોટા ભાગે હવે લોકો આર્ટિફિશિયલ ફૂલો વધારે ગોઠવે છે, પણ જો તમે ઘરમાં કુદરતી ફૂલો અને પાનથી ફૂલદાની સુશોભિત કરશો તો એક હળવા કુદરતી વાતાવરણનો ઘરમાં અનુભવ કરશો.

લિઝા શાહ: ઈટિંગ ડિસઓર્ડર વધુ પડતા ડાયટને લગતા રોગ



ક્યારેક ભોજન પ્રત્યે વધારે પડતી સભાનતા દાખવીને અત્યારે પાતળા રહેવાની કે ‘ઝીરો’ ફિગરની લાલચમાં યુવતીઓ જાણીજોઇને ભૂખી રહે છે. આના લીધે તેઓ એકથી વધારે બીમારીઓનો ભોગ બને છે અને લાંબા ગાળે શરીરને નુકસાન પહોંચાડે છે, તેની તેમને ખબર નથી હોતી.

જ્યારે વજન ઉતારવાની વાત કરીએ, ત્યારે તેને લગતા ડિસઓર્ડરને યાદ કરવા જ પડે છે. ઘણાં કહે છે કે મને ભૂખ જ નથી લાગતી. જ્યારે કોઈ બીજી બીમારી ના હોય ત્યારે તેમાં ડાયટને લગતાં રોગો હોવાની સંભાવના વધી જાય છે. આ બધાંમાં સૌથી ગંભીર બીમારી એનોરેક્સિયા નરવોસા અને બુલિમિઆ નરવોસા છે. બંને ખૂબ ગંભીર બાબતો છે અને ખોરાકની આસપાસ જ તેનો જન્મ થાય છે. વધુ પડતા માનસિક સ્ટ્રેસ દરમિયાન આ બીમારી દેખા દે છે. ખાસ કરીને ટીનેજર છોકરીઓમાં આ વધુ પ્રવર્તે છે. અત્યારે પ્રવર્તી રહેલા ઝીરો ફિગરના તેમ જ વધુ પડતા પાતળા રહેવાના ક્રેઝને કારણે આ બીમારી થાય છે.

એનોરેક્સિયા નરવોસા

એનોરેક્સિયાનો અર્થ છે, ‘ભૂખ ન લાગવી’, પરંતુ આ રોગ ફક્ત ભૂખ ના લાગવા સુધી સીમિત નથી. આને ઘણી વખત ‘સ્લીમર્સ ડિસીઝ’ કહેવામાં આવે છે, પરંતુ એનોરેક્સિયાના પેશન્ટ ‘સ્લીમ’ શબ્દનો અર્થ જ બદલી કાઢતા હોય છે.

એનોરેક્સિક લોકો પોતાનો ખોરાક એકદમ ઓછો કરી નાંખે છે. તેમના માટે ‘પાતળા હોવું’ એ જ સુંદરતા છે અને તેઓ ખોરાકથી ડરે છે કે કંઈ પણ ખાઈશું તો ‘જાડા’ થઈ જઈશું. એનોરિકસયાના પેશન્ટ જલદી ડોક્ટરની મદદ પણ લેતા નથી. આવા રોગી અરીસામાં જ્યારે પણ જુએ ત્યારે પોતે જાડા છે તેવું જ તેમને લાગે છે. તેઓ ખોરાક લેવાનું ટાળે છે અને વધુ પડતી કસરત કરે છે. તેમને વારંવાર જુલાબ લેવાની ટેવ હોય છે અને થોડું ખવાઈ જાય તો ઊલટી કરી દે છે. આવું કરવાને કારણે તેમને માસિકના પ્રોબ્લેમ થાય છે. બ્લડ પ્રેશર લો થઈ જાય છે, તેમનામાં વિટામિન અને મીનરલ્સની ખામી ઉપરાંત લોહી પણ ઓછું થઈ જાય છે. આવા લોકો ડિપ્રેશનના શિકાર હોય છે. એનોરેક્સિયાના પેશન્ટને ડોક્ટરની સ્પેશિયલ કેરમાં રાખવા પડે છે.

બુલિમિઆ નરવોસા

બુલિમિઆનો અર્થ ‘વધુ પડતી ભૂખ લાગવી’ થાય છે. બુલિમિઆના દર્દીઓને વધુ પડતી અને વારંવાર ભૂખ લાગતી હોય છે. તેથી તેઓ ગમે તે ખાઈ લે છે, પરંતુ પછી વધુ પડતાં જુલાબ લેવા માંડે છે અને ખાધા પછી મોઢામાં આંગળી નાખીને બધું જ ખાવાનું ઉલટીઓ કરીને કાઢી નાંખે છે. બુલિમિઆ થવાનું મુખ્ય કારણ પાતળા રહેવાનું વધુ પડતું દબાણ હોય છે. ક્રેશ ડાયટ અને તદ્ન ભૂખ્યા રહીને વજન ઉતારવાનો પ્રયત્ન કરે છે. તેમને પેટના રોગો, મોંના ચાંદા, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ, સાંધાના સોજા, અનિયમિત માસિક અને ગમ્સના પ્રોબ્લેમ થાય છે. કબજિયાત પણ રહે છે. આવા રોગીઓને સાયકોથેરેપી અથવા કાઉન્સેલિંગથી સુધારી શકાય છે.

બીન્જ ઈટિંગ

ત્રીજા પ્રકારનો ડિસઓર્ડર હમણાં જ છુટો પાડવામાં આવ્યો છે. આ પ્રકારનો ડિસઓર્ડર મોટી ઉંમરના પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં જોવા મળે છે. વધુ પડતા ડાયટિંગનો પ્રયત્ન કરવા છતાં વજન ઓછું કરવામાં સફળ ન થઈ શકતાં પુરુષો અને સ્ત્રીઓ બીન્જ ઈટિંગના શિકાર બને છે. ભૂખ મારવાના જાતજાતના કીમિયા જેમ કે શાકભાજી, સૂપ વગેરેનો વધુ ઉપયોગ અને ભૂખ મારવાની દવાઓ આવા લોકોને લેવા લાગે છે, પરંતુ આવી વ્યક્તિ જ્યારે વ્યવસ્થિત ડાયટ કરી અને વજન ઘટાડી શકે ત્યારે આ ડિસઓર્ડરમાં ઘટાડો થાય છે. જોકે વારંવાર ખાવાની આદતને કારણે ફરી તેના શિકાર બને છે.

Wednesday, October 20, 2010

How well do you know your Bandhani?


In Rajasthan, the glowing red and yellow Bandhani odhani or turban is valued as an affirmation of life in the face of hardship and deprivation of the most basic kind, states Tie-Dyed Textiles of India, a book by Murphy and Crill. Bandhani art has been carried out by the Muslim Khatri Community of Kutch who pass this art from one generation to another. Bandhani is nothing but a meter length of cloth can have millions of tiny knots, which form a design once opened, that is, after it was dyed in a host of bright colours.

The earliest evidence of Bandhani can be traced to the Ajanta Caves which depict women in apparel featuring tie-dye patterns. Twelfth century Jain manuscript paintings illustrate the tribundi style and in the 18th and the 19th centuries, the very popular Bengal tie-dyed bandanas were termed as an export commodity. Equally in demand were cotton odhanis with coloured diamond shapes called laddu or dabbi, often edged with silver or gold ribbon.

Here are Vogue's favorite ways to wear Bandhani:

Team it with elegant muted shades for a balanced effect.

Add a subtle ethnic touch to your everyday wardrobe with a bandani duppatta wrapped around your neck.

Break-up a monotone outfit with a bright bandani scarf to add contrast.

Saturday, October 9, 2010

celebrity shines these navratri....in ahmedabad



Zee TV SaReGaMaPa’s fame Rini Chandra swayed the Amdavadis with her
enchanting voice at a garba venue on the first day of Navratri.