
દીપાવલી એટલે આનંદ ઉત્સાહનો પર્વ. મિત્રો અને સગાંસંબંધીનો સહવાસ અને મીઠાઇનો સ્વાદ. દીપાવલીમાં વધુ પડતી મીઠાઇ અને ફરસાણને કારણે ઘણી વખત રૂટિન કરતાં વધી પડતી કેલરી લેવાઇ જાય છે. દિવાળી નિમિત્તે -ડ્રાયફ્રૂટ્સ, મોહનથાળ, કાજુકતરી દરેક જાતની મીઠાઇઓ ઘી-ખાંડ અને માવા તથા ડ્રાયફ્રૂટ્સને કારણે કેલરીનું પ્રમાણ વધી જાય છે.
ફરસાણમાં મઠિયા, ચોળાફળી, ચેવડો, સેવ તળેલા ફરસાણમાં પણ કેલરીનું પ્રમાણ વધુ હોય છે. ડાયેટને અનુસરતા અને હેલ્થ કોન્સિયસ લોકો માટે લો કેલરી મીઠાઇ બજારમાં ઉપલબ્ધ હોય છે. ડાયાબિટીસના પેશન્ટ માટે પણ સુગર ફ્રી મીઠાઇ મળતી હોવાથી હેલ્થ પણ સચવાય છે અને તહેવારનો આનંદ પણ માણી શકાય છે. દિવાળીમાં બહાર જાવ કે મહેમાન આવે ત્યારે નાસ્તામાં કચોરી, સમોસા, ભેળપૂરી, ચાટ, દહીંવડા વગેરે લેવાય છે. જે સવાર-સાંજના જમવાના ઉપરાંત લેવાય છે.
તેનાથી વજન વધી જાય છે બહાર જાવ ત્યારે નાસ્તા કરો તો સવાર-સાંજનું જમવાનું છોડી દેવું જોઇએ. દિવાળીમાં મોસમ બદલવાને કારણે શરદી -તાવ કે નાની બીમારી હોય અને ભારે ખોરાક ખાવ તો પેટની તકલીફ પણ વધે છે.
દિવાળીના દિવસોમાં રજા માણવાને લીધે નિયમિતતા વધે છે અને એ ઉપરાંત વધારે પડતો ખોરાક લેવાતો હોવાથી સામાન્ય રીતે દરેક વ્યકિતનું વજન ૨થી ૩ કિલો વધી જવાની શકયતા રહે છે. બને ત્યાં સુધી તળેલા નાસ્તાને બદલે શેકેલા નાસ્તા, સુગર ફ્રી મીઠાઇ, સુગર ફ્રી ચોકલેટ્સ, તળ્યાં વગરના ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરીને હેલ્થ સાચવવી જોઇએ.
No comments:
Post a Comment