Wednesday, October 27, 2010

દિવાળી પર કરો ધૂળને બાય બાય!


દિવાળી એ એક જ એવો તહેવાર છે જે ઘરને સાફ કરવામાં મદદરૂપ થાય છે. આ દિવલે કોઈ પણ વ્યકિત પોતાનું ઘર સારું દેખાય તેવું ઈરછતી હોય છે. કારણ કે તમે એવું સાંભળ્યું હશે કે ધન લક્ષ્મીનું આગમન હંમેશાં સાફ અને સ્વચ્છ ઘરોમાં જ થાય છે.

દિવાળી સમયે દરેક માણસ લક્ષ્મીજીનું સ્વાગત કરવાનું ઈચ્છતો હોય છે. જોકે ઘણા લોકો મૂંઝવણમાં હોય છે કે ઘરને કેવી રીતે સાફ કરવું તો આ રહ્યાં ઘર સાફ કરવાની કેટલીક ટિપ્સ.

શું તમે જાણો છો

ઘરને સાફ કરવામાં લીમડાનાં પાન ઘણા ઉપયોગી સાબિત થાય છે. શોકેસ સાફ કરવું હોય તો લીમડાનાં પાંદડાને એક કપડાંમાં વીંટાળીને ગરમ પાણીમાં ડૂબાડી દો. એવી જ રીતે કારપેટ પાથરતા પહેલાં તેની નીચે લીંબડાના પાંદડાને તેની નીચે મૂકી દો. તેનાથી અંદર જીવડા ભરાવવાની શકયતા ઓછી છે.

હળીમળીને કામ કરો

‘સાથી હાથ બટાના અકેલા થક જાયેલા મિલકર બોજ ઉઠાના’ આ ગીત તમે જરૂર સાંભળ્યું હશે. સાચી વાત તો એ છે કે કોઈ પણ કામ સાથે મળીને કરશો તો તમને થાક ઓછો લાગશે. ઓફિસની ભાષામાં તેને ટીમ વર્ક કહેવામાં આવે છે. દિવાળી સમયે કોઈ પણ પ્રકારની સાફ સફાઈ સાથે મળીને જ કરવું જોઈએ. ઘરના તમામ સભ્યો સાથે કામને વહેંચી નાખવું જોઈએ. જેનાથી કામ જલદી અને સારી રીતે થઈ જશે.

રૂમની સાફસફાઈ
સૌપ્રથમ કોઈ એક રૂમની પસંદગી કરો. તે રૂમના દરેક સામાનને બીજા રૂમમાં શિફટ કરી દો. ત્યાર બાદ રૂમને સાફ કરવાનું શરૂ કરી દો.

જો દીવાલમાં કલર કામ કરાવવાનું હોય તો સૌપ્રથમ કલર પસંદ કરી દો. તેના માટે કોઈ એકસપર્ટ સલાહ પણ લઈ લેવી જોઈએ.

જયારે પણ કલર કામ પૂરવું થાય ત્યારે બ્લિચિંગ પાઉડર ભેળવીને આખા રૂમને ધોઈ નાખો.

ત્યાર બાદ તેને સુકાવા દો. જયારે રૂમ સુકાઈ જાય ત્યારે તેમાં સામાનને પણ સારી રીતે સાફ કરીને મૂકવો. હા, તેમાં થોડો ફેરફાર ચોક્કસ કરવો જોઈએ. જે રીતે પહેલાં સામાન મૂકયો હતો તેમાં થોડો ફેરફાર કરવો જોઈએ. જેનાથી રૂમને નવો લુક મળશે.

હવે રસોડાનો વારો

સાફ સફાઈ દરમિયાન રસોડા પર પણ વિશેષ ઘ્યાન આપવું જોઈએ. ગેસ સિલિન્ડર, ચૂલો, વાસણો, વોટર પ્યુરીફાયર, સામાન રાખવાનો ડબ્બો વગેરેને સારી રીતે સાફ કરી લેવા. તે જ રીતે કાચની બરણીઓને પણ ચકચકાટ કરી નાખવી.

સ્ટડી રૂમને સાફ કરવાનું ન ભૂલતા

સ્ટડી રૂમને સાફ કરવાનું તો દરેક માબાપ ઘ્યાન રાખે છે, કારણ કે પોતાનાં બાળકો જો સારો રૂમ હશે તો ભણવામાં સારું ઘ્યાન આપી શકશે.

એ પણ હકીકત છે કે આ રૂમની રોજે રોજ સફાઈ નથી થતી. એવામાં દિવાળીના બહાને પુસ્તકો અને ટેબલ તેમન જ પુસ્તકો રાખવાના કબાટમાં રહેલી ધૂળને કાઢી નાખવી જોઈએ.

બાથરૂમ પર ખાસ ઘ્યાન આપવું

આમ જોવા જઈએ તો ઘરમાં જો સ્ત્રીઓ હશે તો તે રોજે રોજ બાથરૂમ ધોતી હશે.

કહેવાય છે કે જો કોઈ પણ વ્યકિતને સારી રીતે જાણવી હોય તો તેના પગને જોઈ લો. આ જ વાત બાથરૂમ માટે પણ લાગુ પડે છે. વોશ બેઝિન સાફ કરવા માટે સારા કિલનરનો ઉપયોગ કરો. દુર્ગંધ દૂર કરવા માટે ફિનાઇલ અને એર ફ્રેશનરનો પણ સંપૂર્ણ રીતે ઉપયોગ કરવો જોઈએ.

No comments:

Post a Comment