બોલિવૂડ માટે ઓલ્ડ ઈઝ ગોલ્ડ એટલે કે જૂનું એટલું સારૂં કહેવત બરાબર લાગુ પડે છે. બોલિવૂડમાં હાલમાં રિમેકનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હાલમાં તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ જૂના ગીતોનુ રિમિક્સ કરીને નાણાં કેમ બનાવવા તેની વેતરણમાં પડ્યુ છે. જૂની ફિલ્મોના પ્લોટ અને ગીતોનું રિમિક્સ કરવામાં આવે છે અને એડવાન્સ ટેકનિકનો ઉપયોગ કરીને ફિલ્મને હિટ બનાવવા માટે પૂરતો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
બોલિવૂડ નવી બોટમાં જૂનો દારૂ જ પીરસી રહ્યું છે. ફિલ્મ વિવેચકો માની રહ્યા છે કે, હાલમાં રિમેકનો તબક્કો ચાલી રહ્યો છે. ફિલ્મ મેકર જૂના પ્લોટમાં લાગણીઓની અપીલ ઉમેરી રહ્યા છે. ઓલ્ડ સિનેમા સમકાલીન હતું, જ્યારે ન્યૂ સિનેમામાં ગ્લેમરનો વધારે ઉપયોગ થાય છે. નવા હિરો-હિરોઈન પાત્રને પૂરતો ન્યાય આપી શકે તેમ નથી.આ જ કારણોસર દિગ્દર્શક અભિનેતા-અભિનેત્રીઓ પાછળ ઘણી જ મહેનત કરે છે. જો કે ફિલ્મ વિવેચકો નવા અભિનેતા-અભિનેત્રીઓની ટિકા કરે છે. જે પી દત્તાએ મુઝફ્ફર અલીની ફિલ્મ ઉમરાવ જાન બનાવી હતી. ઓરિજનલ ઉમરાવ જાનમાં રેખા હતી, જ્યારે જે પીની ફિલ્મમાં ઐશ્વર્યા રાય હતી. રેખાએ ફિલ્મ ઉમરાવ જાનમાં ઉત્તમ અભિનય આપ્યો હતો. ઈન આંખો કી મસ્તીમાં રેખાએ જે રીતે નૃત્યુ કર્યુ છે તે કમાલનું હતું. આજે પણ આ ગીતમાં રેખાનો ડાન્સ જોઈને લોકો તેના દિવાના થાય છે.
જો નવા ઉમરાવ જાનની વાત કરવામાં આવે તો આ ફિલ્મમાં રોમાન્સને વધારે મહત્વ આપવામાં આવ્યું હતું. એશે પોતાની રીતે ઘણી જ મહેનત કરી પરંતુ તે સફળ થઈ શકી નહિ. ઉમરાવ જાનમાં ઐશ્વર્યા ઘણી જ સુંદર લાગતી હતી પરંતુ અભિનયની બાબતમાં તે રેખાને ટક્કર આપી શકી નહિ.
સંજય લીલા ભણશાલીની ફિલ્મ દેવદાસની વાત કરવામાં આવે તો આ ફિલ્મમાં ઓરિજનલ ફિલ્મનો મુખ્ય હાર્દ જ નહોતો. આ ફિલ્મ કંઈક અલગ જ હતી. માધુરી અને એશે અભિનય કરતાં ગ્લેમરને વધારે મહત્વ આપ્યું હતું. જેને કારણે ફિલ્મમાં કંઈક ખુટતું હોય તેવો અહેસાસ સતત થયા કરતો હતો.
અમિતાભ બચ્ચનની બહુચર્ચિત ફિલ્મ ડોનની રિમેક બની છે. આ રિમેકમાં શાહરૂખ ખાને કામ કર્યુ છે. અમિતાભ બચ્ચને જે રીતે ડોનની ભૂમિકા ભજવી હતી તેનો અભાવ નવા ડોનમાં જોઈ શકાય તેમ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રિયંકા ચોપરા મીના કુમારીએ ફિલ્મ સાહેબ, બીવી ઔર ગુલામમાં જે રીતનું પાત્ર ભજવ્યું હતું, તેવું પાત્ર ભજવવાની છે. કેટરિના કૈફે પણ ફિલ્મ તીસ માર ખાનમાં એક કવ્વાલી કરી છે. આ કવ્વાલીમાં કેટરિનાએ મીના કુમારીની નકલ કરી છે. હવે, જોવાનું એ છે કે, પ્રિયંકા અને કેટરિના પોતાના પાત્રને કેટલો ન્યાય આપી શકે છે.
આપણે આશા રાખીએ કે, બોલિવૂડ રિમેક બનાવતી વખતે ગ્લેમરને બદલે અભિનય પર વધારે ધ્યાન આપે.
Hello Ahmedabad lifestyle
ReplyDeleteHere many artlicle copey from Divyabhaskar.com and not write name of divyabhaskar. this is copywrite issue. don't copy any story of divyabhaskar.com if you want to do this first of all you have to obtain permission about it
Divyabhaskar.com
Ahmedabad office
079 39804087
079 39888850
divyabhaskarwebsite@gmail.com