દરેકના ઘરે દિવાળીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હશે. રોશની વિના આ તહેવાર અધૂરો લાગે છે. છેલ્લા કેટલા વર્ષોથી આપણે ઘરને પારંપારિક કેન્ડલ્સથી ઘરોને સજાવતા આવ્યા છીએ. પંરતુ બજારમાં થઈ રહેલા એકસપેરિમેન્ટ્સે આજે કેટલાય ઓપ્શન્સ ઉપલબ્ધ કરાવી દીધો છે. હવે સાધારણ દેખાતી રેગ્યુલર કલરવાળી કેન્ડલ્સની જગ્યાએ હવે ખૂશ્બૂ સાથે નવી રંગત પણ પ્રસરાવશે.
ફ્રેગરેન્સ કેન્ડલ્સ
એમ તો બે ત્રણ વર્ષથી ફ્રેગરેન્સ કેન્ડલ્સ ચલણમાં છે. પરંતુ દર વર્ષે તેમાં એડઓન ફિચર્સ જોવા મળી રહ્યાં છે. કેન્ડલ મેન્યુફેકચરર્સ પોતાની પ્રોડકચની બ્રાન્ડીંગ માટે તેમાં કોઈને કોઈ નવીનતા લાવતા જઈ રહ્યાં છે.
ઓઈલ કેન્ડલ્સ
આ વખતે ઓઈલ કેન્ડલ્સ પણ ખાસ અંદાજમાં બજારમાં મૂકવામાં આવી છે, જે સુગંધની સાથે તેમને રોગમુકત પણ રાખશે. માર્કેટમાં ઓઈલ કેન્ડલ્સની સાથે સિલ્વર ફીલિંગ કેન્ડલ્સ પણ મૂકવામાં આવી છે.
નેચરલ કેન્ડલ્સ
કેટલાક ડીઝાઈનર્સોએ કેન્ડલ્સમાં નેચર બેઈઝ ડિઝાઈનને ખાસ મહત્ત્વ આપ્યું છે. તેમને આવી કેન્ડલ્સને નેચરલ જડી-બૂ્ટ્ટીઓ સાથે બનાવી છે. લવિંગ, લીમડો, કપૂર, ચંદનના પ્રયોગ થકી બનાવેલી કેન્ડલ્સ બજારમાં ઉપલબ્ધ છે.
નેચરલ કેન્ડલ્સની મેન્યુફેકચરીંગ સાથે જોડાયેલા લોકોનું કેહવું છે કે ‘માર્કેટમાં દર વર્ષે કંઈક ને કંઈક અલગ રજુ કરવામાં આવે છે. નેચર સાથે જોડાયેલી કેન્ડલ્સમાં એક તો જુદી-જુદી ડીઝાઈન્સ મળે છે, સાથે લોકો પણ નેચરલ વસ્તૂઓને વધુ પસંદ કરે છે. જે માર્કેટ ટ્રેન્ડની સાથે સ્વાસ્થની રીતે પણ વધુ સારી હોય છે.
વધુમાં તેઓ કહે છે કે ‘આજકાલ દિવાળી દરમિયાન કેન્ડલ્સની ડીમાન્ડ માત્ર પ્રજવલીત કરવા માટે નહીં પણ સજાવટ માટે પણ વધુ થાય છે.જેને પગલે આ વખતે કેટલાક આટિર્ફેકટ્સના ડીઝાઈન્સ પર આધારિત કેન્ડલ્સ બનાવવામાં આવી છે. બજારમાં લક્ષ્મી-ગણેશના આકારવાળી ફ્રેગરેન્સ યુકત ડીઝાઈનર કેન્ડલ્સ પમ બજારમાં ઉપલબ્ધ છે.
ફલોટિંગ કેન્ડલ્સ
ફલોટિંગ કેન્ડલ્સથી તેમે ઘરના મુખ્ય પ્રવેશદ્વારને, બાલ્કનીને સજાવી શકો છો. પાણીમાં તરવાવાળી ફલોટિંગ કેન્ડલ્સને તમે ડ્રોઈગરૂમમાં પણ સજાવી શકો છો.આ વખતે ફલોટિંગ કેન્ડલ્સમાં પણ ઘણી બધી ડીઝાઈન્સ રજુ કરવામાં આવી છે. તમે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર કોઈ પાત્રમાં પાણી ભરીને તેમા ગુલાની પાકડીઓ અને થોડાક ફલોટિંગ કેન્ડલ્સ પ્રજવલિત કરીને ઘરને એકટ્રેકટીવ લુક આપી શકે છે.
No comments:
Post a Comment