Saturday, October 23, 2010

DIWALI SPECIAL STORY : ફૂલદાનીથી શોભે ઘર











ઘરના ડ્રોઇંગરૂમમાં ટીપોઇ ઉપર ફૂલદાની રાખી હોય તો ઘરમાં ફૂલોની સુગંધ પ્રસરે છે. આ રીતે સજાવેલી ફૂલદાની તરત આકર્ષણનું કેન્દ્ર બને છે. તેમાં થયેલી ફૂલોની સજાવટ અને ફૂલો કેવા હોવા જોઇએ અને કેવી રીતે સજાવવ એ પણ એક કલા છે.

- ઘરમાં કયા રૂમમાં કેવા પ્રકારની ફૂલદાની હોવી જોઇએ, તે સાથે ફૂલદાની ક્યા ખૂણામાં અને કેવી રીતે ગોઠવવી જોઇએ તે પણ ખ્યાલ હોવો જોઇએ.

- ફૂલદાની ડ્રોઇંગરૂમમાં ગોઠવો તો રૂમની સેન્ટર ટિપોઇના બદલે કોર્નર ટિપોઇ પર ગોઠવવી. મોટી ફૂલદાની હોય તો કોઇ ખૂણામાં પણ ગોઠવી શકો છો.

- ફૂલદાનીને સજાવતી વખતે વચ્ચેના ભાગમાં લાંબી ડાંડીવાળા ફૂલ અને પછી નાના ફૂલ અને પાંદડા ભેગા કરીને ગોઠવવા.

- તમે પારદર્શક નાની ફૂલદાની લીધી હોય તો તેમાં રંગીન પાણી, રંગીન પથ્થર કે પછી પાણીમાં લાંબો સમય રહી શકે તેવી સુશોભનની કોઇ પણ વસ્તુ તેમાં મૂકી શકો છો.

- હવે તો ફૂલદાની પણ અનેક પ્રકારની અને નિતનવી ડિઝાઈનમાં ઉપલબ્ધ છે તેથી તમારા ઘરના ફર્નિચરના રંગ સાથે મેચ થાય એવા રંગ અને ડિઝાઈનની ફૂલદાની પણ લાવી શકો છો.

- મોટા ભાગે હવે લોકો આર્ટિફિશિયલ ફૂલો વધારે ગોઠવે છે, પણ જો તમે ઘરમાં કુદરતી ફૂલો અને પાનથી ફૂલદાની સુશોભિત કરશો તો એક હળવા કુદરતી વાતાવરણનો ઘરમાં અનુભવ કરશો.

No comments:

Post a Comment