Wednesday, September 1, 2010
ગુજરાત સાથે તંદુરસ્ત સ્પર્ધામાં ઉતરો - મોદી
અમદાવાદ.
કેન્દ્રની દિલ્હી સલ્તનતને ગુજરાત સાથે વિકાસની તંદુરસ્ત સ્પર્ધા કરવાનો પડકાર ઝીલવાનુ આહવાન કરતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે કોમનવેલ્થ કરતા ગુજરાત સરકારને કોમનમેનના હેલ્થની ચિંતા હૈયે વસેલી છે. કેન્દ્રીય કોંગ્રેસ શાસિત સરકારે કોમનવેલ્થના ભ્રષ્ટાચારથી દેશને શરમજનક સ્થિતિમાં મુકી દીધુ છે .
અમદાવાદની સિવિલ હોસ્પિટલન કેમ્પસમાં યુએન મહેતા સુપર સ્પેશયલ હૃદયરોગ હોસ્પિટલનું લોકાર્પણ એ અલ્ટ્રાટેક હોસ્પિટલ કોમ્પલેક્ષના ભૂમિપૂજન સમારંભમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર સામે પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે કોમનવેલ્થનો મૂળ પ્રોજેક્ટ રૂ. 69 કરોડ હતો તે વધીને 45,000 કરોડ થઈ ગયો અને એક પછી એક ભ્રષ્ટાચારના દરવાજા ખૂલી રહ્યા છે. ચારવર્ષે પણ કોમનવેલ્થ પ્રોજેક્ટનુ કામ પુરૂ થય નથી. વડાપ્રધાન લીપાપોતીના થીંગડા મારવા લાગ્યા છે. દેશની જનતા બધુ સમજે છે અને આ પાપલીલાનો બદલો લઈને રહેશે.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ કે ગુજરાતની વિકાસયાત્રાને કોઈ રોકી શકશે નહી કારણ કે ગુજરાત ક્યારેય આફતોથી ડર્યુ નથી. મરજીવાની ફોજ લઈને નીકળેલા ગુજરાતને સીબીઆઈના નામે ધાકધમકીથી ડરાવી શકાશે નહી.
રાજ્યના આરોગ્યમંત્રી જયનારાયણ વ્યાસે ગુજરાતનો છેલ્લો દાયકો સુશાસન, વહીવટી, દ્રષ્ટિવંત આયોજન, દિર્ધદ્રષ્ટિ, પ્રગતિ, શાંતિ અને સુરક્ષાનો સ્વર્ણિમ કાયદો બની રહ્યો તેનો શ્રેય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આપતા જણાવ્યુ હતુ કે ન્યુ સિવિલ હોસ્પિટલનો કોમ્પલેક્ષ એશિયા જ નહી આખા વિશ્વમાં 5000 પથારીઓની ક્ષમતા સાથેનો પ્રોજેક્ટ બની રહેશે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment