Sunday, September 19, 2010
લારા બનશે મહેશની બીજી પત્ની
ભારતીય ટેનિસ સ્ટાર મહેશ ભૂતપતિ અને અભિનેત્રી લારા દત્તાની સગાઈ થઈ ગઈ છે. ભૂપતિએ સગાઈને સમર્થન આપ્યું છે. ભૂપતિએ ટ્વિટર પર લખ્યું છે કે ગયા અઠવાડિયે ન્યૂયોર્ક ખાતે બન્ને જણાએ સગાઈ કરી લીધી છે. જો કે તેમણે તે નથી જણાવ્યું કે બન્ને ક્યારે લગ્ન બંધનમાં બંધાશે.
ઉલ્લેખનીય છે કે ભૂપતિ અને તેની પત્ની શ્વેતા જયશંકરના થોડા સમય પહેલા જ કાયદાકીય રીતે છૂટાછેડા મંજૂર થયા હતા. બન્ને જણા હાલમાં અલગ થઈ ગયા છે. મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટે આ પતિ-પત્નીના છૂટાછેડા પર મંજૂરીની મહોર મારી હતી.
મહેશ ભૂપતિએ તેની મોડલ પત્ની શ્વેતા જયશંકરને છૂટાછેડા આપીને પોતાના છ વર્ષના જીવનનો અંત આણ્યો હતો. અને હવે તેને બોલિવૂડ અભિનેત્રી લારા દત્તા સાથે સગાઈ કરી લીધી છે.
લારા દત્તા અને મહેશ ભૂપતિ વચ્ચે લગભગ છેલ્લા બે વર્ષથી રોમાન્સ ચાલી રહ્યો હતો અને ઘણી જગ્યાઓએ બન્ને જણાને સાથે જોવામાં આવ્યા હતા. જો કે બન્ને જણાએ ક્યારેય જાહેરમાં પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નહોતો ના તો તે સંબંધને નકાર્યો હતો.
થોડા સમય પહેલા વાતો ઉડી હતી કે ભૂપતિ મુંબઈમાં લારા દત્તાની પડોશમાં જઈને રહેવા લાગ્યો છે. જો કે ભૂપતિની પત્ની શ્વેતાએ જ્યાપે બન્ને સંબંધોને લઈને હોબાળો મચાવ્યો ત્યારે લોકો સામે તેનું પ્રેમ પ્રકરણ જાહેર થયું હતું.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment