Thursday, September 23, 2010
અયોધ્યા મુદ્દા પર ચુકાદો ટાળવામાં આવ્યો
હાઈકોર્ટે અયોધ્યામાં બાબરી મસ્જિદ રામજન્મ ભૂમિ સ્વામિત્વ વિવાદ પર ઈલાહાબાદ ઉચ્ચ ન્યયાલય દ્વારા 24 સપ્ટેમ્બરના રોજ અપાનારો નિર્ણય પર ગુરૂવારે એક અઠવાડિયા માટે રોક લગાવી દીધી અને કેસની સુનાવણી 28 સપ્ટેમબરના રોજ નક્કી કરી.
હાઈકોર્ટે રમેશચંદ્ર તિવારીની અરજી પર બધા સંબદ્ધ પક્ષોને નોટિસ રજૂ કરી. ત્રિપાઠીએ પોતાની અરજીમાં ઈલાહાબાદ હાઈકોર્ટના એ નિર્ણયને પડકાર આપ્યો હતો, જેમા સ્વામિત્વ વિવાદ પર નિર્ણય ટાળવાથી રોક લગાવવાની મનાઈકરવામાં આવી હતી.
ન્યાયાલયે પોતાના મંગળવારના નિર્ણયને ટાળવાના ત્રિપાઠીના આગ્રહ પર સુનાવણી કરશે.
હાઈકોર્ટે આવતીકાલે આ અરજી પર ઉતાવળમાં સુનાવણી કરવાની મનાઈ કરી દીધી હતી.
ન્યાયલયની એક ખંડપીઠે સેવાનિવૃત નોકરશાહ રમેશચંદ્ર ત્રિપાઠીની તરફથી દાખલ અરજી પર સુનાવણી કરવા માટે એવુ કહેતા મનાઈ કરી દીધી હતી કે તેમને આ મુદ્દા પર નિર્ણય કરવાનો અધિકાર નથી. પીઠે એ પણ કહ્યુ કે આને બીજી પીઠની સામે યાદીબદ્ધ કરવામાં આવશે.
ત્રિપાઠીના આ પહેલા નિર્ણય ટાળવા માટે ઈલાહાબાદ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ પાંચ દિવસ પહેલા હાઈકોર્ટે ન્યાયાલયની લખનૌ ખંડપીઠને 60 વર્ષ જૂના રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ માલિકાના હકના વિવાદનુ સમાધાન શોધવા માટે મધ્યસ્થતાની અનુમતિ માંગનારી અરજીને રદ્દ કરી દીધી. ત્યારબાદ ત્રિપાઠીએ ઉચ્ચતમ ન્યાયલયમાં હાજરી આપી.
હાઈકોર્ટે ત્રિપાઠીના કોર્ટ બહાર સમજૂતીના પ્રયત્નને 'મજાકપૂર્ણ પ્રયત્ન' તરીકે ઓળખાવીને તેમના પર 50,000 રૂપિયાનો દંડ ફટકારી દીધો.
અરજીમાં કોર્ટે અપીલ કરી છે કે આ મધ્યસ્થતા માટે થોડો સમય આપે. આ ઉપરાંત આ અરજીમાં ત્રિપાઠી પર હાઈકોર્ટ તરફથી લગાવેલ દંડને પણ પડકાર આપવામાં આવ્યો છે.
હાઈકોર્ટ સમક્ષ દાખલ અરજીમાં ત્રિપાઠીએ કહ્ય હતુ કે આ નિર્ણયથી સાંપ્રદાયિક સદ્દભાવને નુકશાન પહોંચી શકે છે અને દેશમાં હિંસા થઈ શકે છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment