Saturday, September 11, 2010

આકાશમાં આજે ચંદ્ર-શુક્રની અદભૂત યુતિ જોવા મળશે

























સૂર્યાસ્તના એક કલાક પછી દક્ષિણ-પશ્ચિમ દિશામાં થનારો આ સંગમ વિશ્વભરમાંથી નરી આંખે જોઇ શકાશે

ખગોળપ્રેમીઓ માટે આવતીકાલે એક નહિ પણ બબ્બે દૂર્લભ નજારા જોવાની તક છે. આકાશમાં આવતીકાલે સૂર્યાસ્ત થયા પછીના એક કલાક બાદ શુક્ર અને ચંદ્રની યુતિનો અદભુત નજારો જોવા મળશે, જેને નરી આંખે પણ જોઇ શકાશે. આ સાથે આવતીકાલે ફ્લોરા નામનો ગ્રહ પૃથ્વી અને સુર્યની સામે જોવા મળશે, જે પણ એક દૂર્લભ ઘટના માનવામાં આવે છે, જો કે તે નરી આંખે જોઇ શકાશે નહિ.

સૂર્યાસ્ત થયાના એક કલાક પછી દક્ષિણ-પશ્ચિમ દિશામાં આકાશમાં શુક્ર ગ્રહ અને ચંદ્રનો સંગમ થશે. સાયન્સ પોપ્યુલરાઇઝેશન એસોસિએશન ઑફ કોમ્યુનિકેટર્સ એન્ડ એજ્યુકટર્સ (સ્પેસ)ના પ્રમુખ સી.બી.દેવગને જણાવ્યું હતું કે બે અત્યંત તેજસ્વી ગ્રહ વિનસ અને ચંદ્ર ૧/૨ ડિગ્રીએ સાથે જોવા મળશે. આ અદભુત ખગોળીય ઘટના દુનિયાભરમાંથી નિહાળી શકાશે.

દેવગને જણાવ્યું હતું કે સૂર્ય આથમી ગયા પછી કોઇપણ વ્યક્તિ દક્ષિણ-પશ્ચિમ દિશામાં આકાશમાં વિનસ-ચંદ્રની યુતિ જોવા મળશે. ખગોળશાસ્ત્રની પરિભાષા પ્રમાણે બે ગ્રહ આકાશમાં એકબીજાની નજીક આવે ત્યારે યુતિ સર્જાતી હોય છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે દુનિયાભરમાંથી આ અવકાશી નજારો જોવા મળશે એટલું જ નહિ પ્રદૂષિત આકાશ ધરાવતા શહેરોમાંથી પણ આ દ્રષ્ય જોઇ શકાશે. જો કે આકાશ વરસાદી વાદળોથી છવાયેલું હશે તો આ નજારો જોવા મળશે નહિ.
આવતીકાલે અવકાશપ્રેમીઓને બીજી પણ દૂર્લભ ઘટનાના સાક્ષી બનવાની તક મળશે. કાલે ફ્લોરા નામે ઓળખાતો ગ્રહ સુર્ય અને પૃથ્વીની સામે આવશે, જો કે આ દ્રષ્ય નરી આંખે જોઇ શકાશે નહિ. ફ્લોરા એ ૧૨૫ કિલોમીટરનું કદ ધરાવતો તેજસ્વી ગ્રહ છે. ૧૮ ઓક્ટોબર, ૧૮૪૭ના રોજ લંડનમાં જે.હિંદ નામના ખગોળશાસ્ત્રીએ આ ગ્રહની શોધ કરી હતી.


No comments:

Post a Comment