Tuesday, September 7, 2010

હડતાલથી બેંકિગ અને હવાઈ સેવાઓ ઠપ્પ

દેશના નવ મોટા મજૂર સંગઠનોની હડતાલથી બેંકિગ અને હવાઈ સેવાઓ ઠપ્પ છે.

દેશના નવ મોટા મજૂર સંગઠનોની એક દિવસીય હડતાલને કારણે મંગળવારે હવાઈ અને રોડ વાહનવ્યવ્હાર ખરાબ રીતે પ્રભાવિત થવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ.

વધતી મોંઘવારી, શ્રમ કાયદાએ ઉલ્લંઘન અને ખાનગીકરણના વિરુદ્ધ હડતાલનુ આહ્વાન કરવામાં આવ્યુ છે સરકારી અને ખાનગી ક્ષેત્રના બેંકો અને ટ્રેડ યૂનિયનોના લગભગ છ કરોડ કર્મચારી મંગળવારે હડતાલ પર છે. જેની અસર દેશભરમાં જોવા મળી રહી ચ હે. બેંક બંધ, રસ્તાઓ પર ઓટો ટેક્સી નહિવત અને સો થી વધુ ઉડાન રદ્દ છે.

હડતાલને કારણે દેશભરમાં મોટાભાગની ખાનગી અને સરકારી બેંક મંગળવારે બંધ છે. દેશભરમાં લગભગ 10 લાખ બેંક કર્મચારી મંગળવારે એક દિવસની હડતાલ પર છે.

ઓલ ઈંડિયા બેંક ઈમ્પ્લોઈઝ એસોસિએશનના મુજબ 27 સરકારી બેંક, 18 વિદેશ બેંક અને 26 પ્રાઈવેટ બેંક સહિત લગભગ બે હજાર સરકારી અને ગ્રામીણ બેંકોના કર્મચારી હડતાલમાં જોડાય રહ્યા છે.

જો કે દેશની બે મોટી બેંક આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બેંક ખુલ્લી રહેવાની આશા છે.

બેંક કર્મચારી મોંધવારી, બેરોજગારી અને પ્રાઈવેટ બેંકોને લાઈસેંસ આપવાનો વિરોધ કરી રહ્યા છે.

No comments:

Post a Comment